સમજાવવા દેતા નથી !
લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,
તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !
ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !
ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને,
તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી !
હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !
ખાત્રી છે કે થશે વટવૃક્ષ મોટું પ્રેમનું,
પણ, મને સહુ છોડ નાનો રોપવા દેતા નથી !
આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,
પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !
લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,
તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !
ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !
આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,
પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !
સરસ્..!!! વાસ્તવિક્તા વર્ણવી છે…
Comment by chetu — September 13, 2007 @ 11:50 am
લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,
તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !
ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !
આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,
પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !
સરસ …! વાસ્તવિક્તા વર્ણવી છે..
Comment by chetu — September 13, 2007 @ 11:52 am
હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથ..
સુંદર રચના.. ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત અને શુભેચ્છા.
Comment by vishwadeep — September 13, 2007 @ 12:16 pm
લોકોને તમે ખરા ઓળખી કાઢ્યા છે ! દીવાને હવા દે અને શ્વાસ માટે હવા રેવા કે આવવા ન દે એવા માણસોની વાત સચોટ અને સાવ સહજ રીતે મળી છે.
અભિનંદન.
Comment by jjkishor — September 13, 2007 @ 2:05 pm
ખુબ જ સરસ અભિવ્યક્તિ છે.
Comment by Vishal Monpara — September 13, 2007 @ 3:15 pm
સુંદર ગઝલ.,… છંદ પણ સ-રસ જળવાયો છે… શેર પણ બધા મજાના થયા છે, પણ મને જે વધુ ગમ્યા તે આ:
ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને,
તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી !
હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !
-અભિનંદન… બ્લૉગ-વિશ્વમાં હાર્દિક સ્વાગત…
Comment by વિવેક — September 14, 2007 @ 7:14 am
સ્વાગતમ્……..
દરેક શેર કાબિલ-એ-તારિફ છે.
ઇશ્કે-હકીકી નવો જ રંગ લાવી છે.
Comment by Pinki — September 14, 2007 @ 12:34 pm